લીંબડી શહેરમા સતવારા પરા ના ગોકુલ પરા, કોઠાવાળા હનુમાન ચોક, સરોવરિયા ચોક તથા જુદી જુદી સોસાયટી માં વાજતે ગાજતે ગણેશ વિસર્જન કરવા લોકો ઉમટી પડ્યા હતા. ચુડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગણપતિ વિસર્જન કરવા દિવસ ભર ભક્તો ભાવિકો ની ભીડ જોવા મળી હતી. લીંબડી ડુંગર તલાવડી, તથા છાલીયા તળાવ, રાજા તળાવ વગેરે સ્થળો એ ભક્તો ભાવિકો ઉમટી પડ્યા હતા. ચુડા જોબાળા અને કુડલા સહિતના વિસ્તારોમાં પણ ગણપતિ વિસર્જન ના કાર્યક્રમો યોજાયા હતા