ઇદ-એ-મિલાદ અથવા ઇદ-એ-મિલાદ ઉન નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મુહમ્મદનો જન્મ થયો હતો, અને આ જ દિવસે તેમનુ મૃત્યુ પણ થયુ. આથી આ દિવસને બારાવફાત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇસ્લામમાં માનનારા વિવિધ ધર્મો અને સમુદાયોના લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે. બરેલવી અને સૂફી વિચારધારાના લોકો ઈદ-એ-મિલાદનું જુલુસ કાઢે છે.