પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વ.માતા અંગે કોંગ્રેસ અને આરજેડીના નેતાઓએ કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું,જેમાં શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી રાહુલ ગાંધીના પૂતળાને ગધેડા પર બેસાડી ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો શહેરા બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા હતા,જ્યાં કોંગ્રેસ તેમજ આરજેડી નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કરી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું હતું.