કાકરાપાર જમણાકાંઠા નહેરની વહન ક્ષમતા વધારવા માટે ૯૦ દિવસ માટે નહેર બંધ રાખવા વિચારણા થઈ રહી છે. હવે ૯૦ દિવસ માટે નહેર બંધ રહે તો જમણાકાંઠા નહેરના ડાઉનસ્ટ્રીમના ૫૩ કિલોમીટર વિસ્તારના હજારો ખેડૂતોને અસર થવાની સંભાવના હોવાથી નહેર ૬૦ દિવસ જ બંધ રહે એ માટે ખેડૂતોએ રજૂઆત કરી છે.કાકરાપાર જમણાકાંઠા નહેરનું નવીનીકરણ કરી પાણીની વહન ક્ષમતા વધારવા કવાયત હાથ ધરવાની જાહેરાત કરાઈ છે.