વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર આવેલ શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે સિવણ,બ્યુટી પાર્લર,કોમ્પ્યુટરના પ્રમાણ પત્ર અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણ પત્રો અને કીટની મદદ કરવામાં આવી હતી.જ્યારે તરુલ ત્રાલસાવાલા દ્વારા ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.તો શાળાના આચાર્ય પરેશ પટેલને પ્રોત્સાહિત ચેક આપવામાં આવ્યો હતો.