ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો.પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન થયું હતું. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.આ અવસરે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.