જામનગર જિલ્લામાં અવિરત મેઘ કૃપાથી જિલ્લાના જળાશયો છલકાયા છે. ભારે વરસાદના પરિણામે, જિલ્લાના કુલ ૧૧ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, જ્યારે અન્ય ત્રણ ડેમ પણ તેની ક્ષમતાના ૯૦ ટકા કરતાં વધુ ભરાઈ ચૂક્યા છે. આ અંગે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ સતર્ક રહેવાની અપીલ કરી છે.