પાલનપુર તાલુકાના કોટડા ચિત્રાસણી ગામમાં ખેતરમાં બાર ફૂટ લાંબા અજગરે એક શ્વાનનો શિકાર કરતા લોકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આજે શનિવારે દિવસે શ્વાનનો શિકાર કરતા લોકોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ દ્વારા શનિવારે સાંજે 7:00 કલાકે અજગરનું રેસ્ક્યુ કરી અને તેને બાલારામના જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો જેને લઈ અને લોકોએ રાહત અનુભવી હતી.