ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ભરૂચ-અંકલેશ્વરમાં બૌડાની પરમિશન વિના ઉભા કરાયેલા બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજરોજ અંકલેશ્વરના ગડખોલ ગામની પંચવટી સોસાયટીમાં કોમન પ્લોટ અને પરમિશન વિના ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.બૌડાની કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રીતે બાંધકામ કરનાર મકાન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.