આઈબીના સ્પેશિયલ ડાયરેક્ટરશ્રીએ વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ સહિત 30 ઓક્ટોબર 2025 ના રોજ યોજાનારા આરંભ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી કેટલાંક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. પરેડ સંદર્ભે અધિકારીઓના મંતવ્યો-વિચારોની આપ-લે કરી કાર્યક્રમમાં થનારા બદલાવ અને નવી બાબતો અંગે ઉચ્ચ કક્ષાએ ધ્યાને મૂકવા અંગેના વિચારો પણ પ્રસ્તુત કર્યા હતા.