રખડતા કૂતરા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક મોટી કામગીરી કરશે. આક્રમક અને રખડતા કૂતરા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે અને જાહેરમાં ભોજન આપતા લોકોને હવે દંડ ફટકારશે. જો કોઈ પશુને જાહેરમાં ભોજન કરાવશે તો રુ. 200 દંડ ફટકારવામાં આવશે. એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના આદેશ બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે.