સાણંદમાં ચેખલા ગામ પાસે કિયારૂ તળાવમાં એક યુવાન ડૂબ્યો હતો. આ બનાવના પગલે સાણંદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરબ્રિગેડની બે દિવસની ભારે જહેમત પછી રવિવારે 12 કલાકની આસપાસ યુવાનનો મૃતદેહ મળ્યો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.