ગોધરા શહેરમાં પરંપરાગત શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી. વિશ્વકર્મા ચોકથી પ્રસ્થાન કરેલી આ શોભાયાત્રામાં 84 ગણેશ મંડળો જોડાયા હતા અને હજારો ભક્તોએ ઉમંગભેર હાજરી આપી હતી. ડીજે સાઉન્ડ સાથે યુવાનો જોડાયા હતા તો શહેરના વિવિધ સમાજોએ પુષ્પવર્ષા કરી હતી. સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓની હાજરીમાં શોભાયાત્રાનું વિધિવત્ પૂજન બાદ પ્રસ્થાન કરાયું હતું. શોભાયાત્રા પરંપરાગત માર્ગે પસાર થઈને રામસાગર તળાવ ખાતે સમાપન પામી હતી.