ભાદરવી પૂનમ ના મેળાનો પ્રારંભ થતા ની સાથે ખેડબ્રહ્મા શહેરમાં પદયાત્રીઓ નું ઘોડાપુર ઉમટયું છે.ત્યારે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મા થી 3.50 લાખ કરતા વધુ માઈ ભક્તો અંબાજી તરફ રવાના થયા હતા. ત્યારે શહેરના અંબિકા માતાજી મંદિરે હજારો ની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. ત્યારે શહેરના માર્ગો પર થી પસાર થતા પદયાત્રીઓ નો આકાશી નજારો પણ સામે આવ્યો હતો.