બોરસદ શહેરમાં સોમવારે બપોર બાદ વીજળીના કડાકા અને ભારે પવન સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો.ધોધમાર વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જેમાં રાજા મહોલ્લા,પાંચવડ,ભોભાફળી સહીતના વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સાંજે 8 વાગ્યા સુધીમાં બોરસદમાં રાજ્યમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.