મહેમદાવાદ ના રોહિસા ગામમાં આવેલ પ્રાથમિક શાળાને ગ્રામજનો એ તાળાબંધી કરી.ગઈકાલે પ્રાથમિક શાળા માં શિક્ષકો વચ્ચે વિખવાદ થયો હતો.શિક્ષકો અંદરો અંદર ઝઘડો કરતા આજે ગ્રામજનો ભેગા થયા હતા.ગ્રામ પંચાયત ના સરપંચ અને આગેવાનો ભેગા થઇ ને પ્રાથમિક શાળા ને તાળાબંધી કરવામાં આવી. રોહિસા ગામમાં આવેલી પ્રાથમિક શાળા નો વિવાદ સામે આવ્યો છે.