શુક્રવારના 4:30 કલાકે કરાયેલી કાર્યવાહી મુજબ આજરોજ વલસાડના એપીએમસી માર્કેટમાં એપીએમસી માર્કેટના પ્રમુખ એસોસિએશન સમીરભાઈ મપારા ઉપર ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ ઇજાગ્રસ્ત બનતા સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા તમામ વેપારીઓ ભેગા મળી આજ રોજ એસપી કચેરી ખાતે પહોંચી તેઓને સુરક્ષાના ભાગરૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું. અને આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે.