મૂળ રાણા બોરડી ગામે રહેતા દિપક ઉર્ફે કારો રણછોડ શિંગડીયા નામના યુવાને રાણા બોરડી ગામના પૂંજા ભૂરા મોરી પાસેથી 10 ટકા વ્યાજ ઉપર 85500 રૂપિયા લીધા હતા જે રૂપિયાના આ યુવાને 3.61 લાખ ચૂકવી દીધા હતા તેમછતાં યુવાનનું ગામમાં આવેલ મકાન બળજબરી પૂર્વક પડાવી લીધું હોવાની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં યુવાને નોંધાવી છે.