અમરેલી ખાતે સરદાર પટેલ રમત સંકુલ ખાતે નેશનલ સ્પોર્ટસ ડે ઉત્સાહભેર ઉજવાયો. વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને સાંસદની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ અને જિલ્લા લેવલના રમતવીરો વિવિધ રમતોમાં જોડાયા. તાલુકા સ્તરના સ્પોર્ટસ કન્વીનરોનું સન્માન થયું. આ પ્રસંગે ખેલ મહાકુંભ–2025 તથા સાંસદ ખેલ મહોત્સવ–2025 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ જાહેર થયો.