વાલિયાની યુ.પી.એલ યુનિવર્સિટી પાસે નાળામાં ખાબકેલા આઇસર ટેમ્પોને બહાર કાઢવામાં આવ્યો હતો.ગત તારીખ-20મી ઓગસ્ટના રોજ વહેલી સવારે વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપરથી પૂરપાટ ઝડપે પસાર થતો આઇસર ટેમ્પો વાલિયાની યુ.પી.એલ યુનિવર્સિટી સ્થિત નાળા પાસે પલટી ખાઈ શિરસાસન મુદ્રામાં જોવા મળ્યો હતો.આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.આ અકસ્માત ગ્રસ્ત ટેમ્પોને શનિવારે સવારે ક્રેનની મદદ વડે બહાર કાઢવામાં આવ્યો હતો.જેને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.