અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી એમેઝોન કંપનીના ડીલરના ત્યાં નોકરી કરનારા ડિલિવરી બોય દ્વારા રૂ. 49 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પી. આઈ. ચિરાગ ગોસાઈએ શનિવારે 3 કલાકે જણાવ્યું હતું કે, ખાડિયા વિસ્તારમાં આવેલી એમેઝોન કંપનીના ડીલરના ત્યાં ગ્રાહકોને આપવાના મોબાઈલ ફોન લઈને ડિલિવરી બોય ફરાર થઈ ગયો હતો.