ખેડબ્રહ્મા શહેરના લક્ષ્મીપુરા ચાર રસ્તા નજીક શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ માત્ર 600 રૂપિયા ની નજીવી લેતી દેતી બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેને લઇને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.ત્યારે બે જૂથ વચ્ચે મારામારી થતા સ્થાનિક લોકોએ બંને જૂથોને છૂટા પાડ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે ખસેડાયો હતો.આ મામલે પોલીસને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.