ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 8 મિલીમીટર આમોદમાં 5 મિલીમીટર, ભરૂચમાં 11 મિલીમીટર, ઝઘડિયામાં 19 મીલીમીટર અંકલેશ્વરમાં 20 મિલીમીટર, હાંસોટમાં 3 મિલીમીટર, વાલીયામાં 14 મીલીમીટર અને નેત્રંગમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.