વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામ પાસેથી હસમુખભાઈ ગણપતભાઈ માલમપરા પોતાની કાર લઈ પસાર થઇ રહ્યાં હતા તે દરમિયાન તેમણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની સાઈડમાં ઉતરી જતા અકસ્માત માં હસમુખભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ અકસ્માત બનાવ મામલે જોરાવરનગર પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.