ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વૈશ્વિક સમસ્યા બની છે. આ વિકરાળ સમસ્યા સામે લડવા માટે અને ભવિષ્યની પેઢીમાં જનજાગૃતિ આવે એવા હેતુસર વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.કોલેજના આચાર્ય ડૉ. સ્મિતાબેન છગના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.સચિન સીતાપરા દ્વારા કોલેજના એનએસએસ યુનિટ દ્વારા રોજ આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું હતું.