બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના પૂરગ્રસ્ત જે ગામો છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આજે શુક્રવારે બપોરે 3:30 કલાકે સ્થાનિક વ્યક્તિની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે હાલમાં લોકોની મદદ કરવાની જરૂર છે લોકોને શું જરૂર છે તે બાબતે ધ્યાન આપવું જોઈએ ના કે એકબીજા પર આક્ષેપ કરવા જોઈએ.