વાલોડ પોલીસે અલગ અલગ બે સ્થળે થી જુગાર રમાડતા બે ઇસમોને ઝડપી લીધા.વાલોડ પોલીસ મથક ખાતે થી ગુરુવાર ના ૪ કલાકની આસપાસ મળતી વિગત મુજબ બે અલગ અલગ સ્થળે જુગાર અંગે છાપો માર્યો હતો જેમાં વાલોડ રોયલ પાર્ક સોસાયટી નજીક ઝાડ નીચે બેસી મુંબઈ થી નીકળતા વરલી મટકાના જુગાર રમાડતા મોહમદ હનીફ શેખ અને બાજીપુરા વિસ્તાર ના પુલ ફળિયા નજીક થી રામુ દંતાણી ને ઝડપી લેવામાં આવ્યા છે તેમની પાસેથી જુગાર અંગે ના સાધનો સહિત મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.