GMSCLના ગોડાઉનમાં સરકારી દવાનો જથ્થો પલળી જવાના મામલે આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ જિલ્લા કલેકટર ડૉક્ટર ઓમ પ્રકાશે નિવેદન આપતા જણાવ્યું હતું કે,આ ગોડાઉન રાજ્ય સરકાર હસ્તકનું છે. છતાં પણ તેમને જાણ કરવામાં આવી છે. આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેઓ દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ સોંપાયા બાદ આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.