દહેગામ પોલીસને બાતમી મળી હતી કે, સાત ગરનાળા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ગણેશભાઈ દંતાણી તેમના ઘરે ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો લાવ્યા છે અને સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે ઘરમાં તપાસ કરતા પાંચ ખાખી કલરના બોક્સમાં ૨૪૦ જેટલી ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. જેથી પોલીસે 96 હજાર રૃપિયાના રીલ કબજે કર્યા હતા.