માધવપુર ઘેડમાં પૂરના પાણીને લઈને અનેક માર્ગો બંધ થયા છે. કડછ ગામના 13 લોકો દુધના ટેન્કરમાં બેસી મોચા ગામ તરફ જતા હતા ત્યારે ધસમસતા પાણીના પ્રવાહને લીધે દુધનુ વાહન ફસાયુ હતુ અને 13 લોકો ફસાયા હતા જેથી એન.ડી.આર.એફ.ની ટીમે આ તમામ લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.