લીંબડી સેવા સદન કચેરી ખાતે મામલતદાર ની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લીંબડી શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના અરજદારો એ પોતાના પ્રશ્ર્નો રજુ કર્યા હતા. ઉપસ્થિત મામલતદારે અરજદારો એ રજુ કરેલા પ્રશ્ર્નો અંગે ઉપસ્થિત જે તે વિભાગ માં થી આવેલા અધિકારીઓ સાથે ચર્ચા કરી ને પ્રશ્ર્નો હલ કરવા સુચનાઓ આપી હતી. ફરિયાદ નિવારણ કાર્યક્રમ મા ઉપસ્થિત અરજદારો એ પોતાના પ્રશ્ર્નો અંગે પ્રતિક્રિયા આપી હતી.