પાટણ નગરપાલિકા દ્વારા રેલ્વે સ્ટેશનથી કોલેજ જતા રોડ સર્વિસ રોડ ઉપર રોડા દ્વારા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું બે અઢી ફૂટના ખાડાઓમાં રોડા નાખીને નગરપાલિકા દ્વારા રોડા ઉપર કોઈપણ જાતનું રોલર ફેરવવામાં આવ્યું નથી માત્ર ને માત્ર રોડ ના ઢગલા કરી જાહેર રસ્તા ઉપર અવ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કોઈ નાગરિક રોડ ઉપરથી ચાલવા તૈયાર નથી પાટણ નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે વસાવેલ રોલર મશીન માત્રને માત્ર નગરપાલિકામાં શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે.