આગામી શ્રીજી સ્થાપના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે સારૂ ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશન ટીમ,આગામી સમયમાં ગણેશ ચતુર્થી અને શ્રીજી વિસર્જન અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશ્નર તથા સંયુકત પોલીસ તરફથી કાયદો અને વ્યવસ્થાની જાળવવા સુચના આપેલ જે તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે ગોરવા વિસ્તાર માં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.