બોટાદ શહેરમાં સ્થિત કૃષ્ણસાગર તળાવ વનવિભાગની નર્સરીની પાછળના ભાગે, ગણપતિ વિસર્જન માટે આવતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખી ફાયર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ફાયર સ્ટાફ દ્વારા વિસર્જન માટે આવતા લોકો પાસેથી મૂર્તિ મેળવી, ફાયર સ્ટાફ દ્વારા જ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. બોટાદના ફાયર વાયરલેસ ઓફિસરશ્રી કુલદીપસિંહ ડોડીયાના માર્ગદર્શનમાં ફાયર કર્મીઓની ટીમ સેફ્ટી માટે જરૂરી તમામ સામગ્રી સાથે તૈનાત કરવામાં આવી