બનાસકાંઠા જિલ્લા પોલીસવડા દ્વારા સાયબર ક્રાઈમના ગુનાઓને રોકવા માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગેની માહિતી આપવામાં આવી રહી છે પાલનપુરના ગઢ ખાતે શનિવારે રાત્રે 10:30 કલાકે એમ વસાવા ની ઉપસ્થિતિમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા રામચોક ખાતે આવેલા ગણેશ મહોત્સવમાં સાયબર ક્રાઇમ અટકાવવા માટે જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો હતો.