રાપર તાલુકાના સુવઈ અને ગવરીપર માર્ગે 11 માસ પહેલાં બનાવાયેલો પૂલ તૂટી જતાં નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર આચરાયો છે તેવા આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ હતી.આવેદનમાં આક્ષેપ કરાયો હતો કે, નબળી ગુણવત્તા વાળી માલસામગ્રીનો ઉપયોગ કરાયો હોવાથી પુલ તૂટી ગયો છે.જ્યારે કામ થઈ રહ્યું હોય ત્યારે નબળી ગુણવત્તા દેખાતા કામ રોકાવી અને તંત્ર સમક્ષ રજૂઆત કરવી જોઈએ પણ તેમ થયું નથી. પુલ તૂટી જવાના વાહન વ્યવહાર ઠપ થયો હતો