પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ 11 સપ્ટેમ્બર ના રોજ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે ડાકોરના સીમલજ ગામના ભાથીજી મંદિર સામે ખુલ્લામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા પાનાનો જુગાર રમતા છ ઈસમોની અટકાયત કરી હતી. સ્થળ પરથી પોલીસે 10,800 ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.