મહેસાણા LCB ને ખાનગી રાહે બાતમીના આધારે જોટાણાના રામપુરા ગામે રેડ કરતા જુગાર રમતા કેટલાક ઈસમો મળી આવ્યા હતા. જાં પોલીસને જોઈને 9 ઈસમો ભાગી છૂટ્યા હતા. પોલીસે પકડાયેલ 6 ઈસમો પાસેથી રોકડ મોબાઈલ અને બ્રેઝા ગાડી મળી કુલ 3,27,190/- મળી આવ્યો હતો. પોલીસે 6 ઈસમોની અટકાયત કરી ભાગેલા છૂટેલા 9 સહિત કુલ 15 ઈસમો સામે ગુનો દાખલ કરી વધું કાર્યવાહી હાથ ધરી હતી.