લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા રવિવારના રોજ જીઆઇડીસીમાં આવેલ લાયન્સ હોલ ખાતે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે હેલ્થ એન્ડ વેલનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 વર્ષ સુધીના 70થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.આ કેમ્પમાં લીટલ બુદ્ધા મેડીટેશન સંસ્થા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બાળકોની એકાગ્રતા વધે અને તેઓ માનસિક રીતે તંદુરસ્ત બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.