ભરૂચમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે. શક્તિનાથ નજીક જે.બી. મોદી પાર્ક, મકતમપુર તથા ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા આ ત્રણેય કુંડોમાં આજે પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા હતા.વિધિ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ સહિત હાજર રહ્યા હતા.