ધાનેરામાં થોડા દિવસના ગાળામાં ચોરીની બે અલગ-અલગ ઘટનાઓ બનતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. એક ઘટનામાં મામલતદાર કચેરી સામે સૂર્યનગરી વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી રોકડ અને કરિયાણાનો સામાન ચોરાયો હતો. જ્યારે અન્ય એક બનાવમાં પ્રગતિનગરના એક મકાનના તાળાં તોડીને ચોરો ચાંદીના સિક્કા સહિતની વસ્તુઓ લઈ ગયા હતા.