જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ અન્ય અધિકારીશ્રીઓ સાથે સુજલામ સુફલામ જળઅભિયાનના વિભાગવાર પૂર્ણ થયેલા કામો અંગે સમીક્ષા કરી હતી.