જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પાસે એમ પી શાહ ઉદ્યોગ નગરમાં ઓલા કંપનીનું સર્વિસ સ્ટેશન આવેલું છે, પરંતુ ગ્રાહકોને સર્વિસ ન મળતા ભારે રોષ ઉઠવા પામ્યો છે, 300 થી 400 જેટલી ઓલા કંપનીની ગાડીઓ સર્વિસ સ્ટેશનમાં છે, પરંતુ છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ગ્રાહકોને સર્વિસ મળી નથી, તેના હિસાબે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.