શહેરીજનોમાં હેલ્મેટની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે આજે સાંજે 6:00 વાગ્યાની આસપાસ પોલીસ કર્મચારીઓ દ્વારા મેગા હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝાએ આવતીકાલથી અમલી બની રહેલા હેલ્મેટના કાયદાને લઈને શહેરીજનોને પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવા અનુરોધ કર્યો હતો.