સોનગઢ બસ સ્ટેશન પરથી ગંભીર હાલતમાં અજાણ્યા વૃદ્ધ મળી આવતા સારવાર અર્થે ખસેડાયો.તાપી જિલ્લાના સોનગઢ બસ સ્ટેશન ખાતેથી 11 કલાકે મળતી વિગત મુજબ 62 વર્ષીય વૃદ્ધ ગંભીર હાલતમાં મળી આવ્યા હતા.જેમની ઓળખ થઈ નથી જેમાં તેઓ ની હાલત ગંભીર હોઈ જેમને પ્રથમ સોનગઢ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.બાદમાં વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવને લઈ તેમના સગા સંબંધીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.