ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર-પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કન્ટેનર નંબર-જી.જે.01.એચ.ટી.4445માં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરી પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ મેઘમણી કંપની તરફ જવાના રોડ ઉપર ગોપાલસિંગ ઉર્ફે ગોપી રાજપૂતને બલેનો ગાડી લઈને દારૂ લેવા બોલાવે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે બાતમી વાળા કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ટીવી,ફ્રીજની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 4629 નંગ બોટલ મળી આવી હતી.