હાલોલના જુના ઝાંખરીયાથી ત્રિકમપૂરા ગામને જોડતો નવો માર્ગ મકાન વિભાગ પંચાયત હેઠળ બનાવાયો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ એસ્ટીમેટ મુજબ ન થતાં ડામર રોડમાં ભારે ગોબાચારી થઇ હોવાનું સામે આવ્યું છે જ્યારે રોડ પર આવેલ નાળું વરસાદી પાણીમાં ધોવાઈ જતાં રસ્તો બેહાલ થવા પામ્યો છે જ્યારે આ બાબતે સ્થાનિક ધ્વારા આજે સોમવારે બપોરે 12 કલાકે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો