ધંધુકામાં પોલીસે ૨૦ ગૌવંશોની હત્યા બચાવી: પશુઓની કતલ માટેના સાધનો અને વિદેશી દારૂ સાથે ત્રણ સામે ગુનો દાખલ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના મળવતવાડા વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન કતલ માટે લવાયેલા ૨૦ ગૌવંશોને બચાવવામાં આવ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે, આ પશુઓ ડેલામાં બાંધી રાખવામાં આવ્યા હતા અને તેમની કતલ કરવાની તૈયારી ચાલી રહી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ૨૦ ગૌવંશોને બચાવી ધંધુકા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા.