વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક ટ્રક ચાલકે કાર ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક ગુરુવારના રોજ 2.15 કલાકની આસપાસ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં મહારાષ્ટ્ર પાસિંગ ની કાર ને નુકશાન થતા મામલો વ્યારા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો.જોકે અકસ્માત માં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.