બુધવારના 1 કલાકે પ્રેસનોટ દ્વારા આપેલી પોલીસે વિગત મુજબ વલસાડ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપેલી સૂચના મુજબ ઓપરેશન હંટ અંતર્ગત વિવિધ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમી મળી હતી. કે સિટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી સેલવાસમાં હોવાની બાતમી મળતા એલસીબી પોલીસની ટીમે સંદીપભાઈ ભીમરાને ઝડપી લાવી.